Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: જેએમએમ-કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરી

જેએમએમ-કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરી




ઝારખંડમાં રાજકીય સંકટની સ્થિતિ સર્જાઈ છે. દિવસભર મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામાની અફવા ચાલતી રહી. એ દરમિયાન ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.
ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ ગઠબંધનના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ રમેેશ બૈશ સાથે રાજભવનમાં મુલાકાત કરી હતી. રાજ્યપાલને મળ્યા બાદ જેએમએમ મહાસચિવ સુપ્રીમો ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે રાજ્યની રાજકીય સ્થિતિ બાબતે એક-બે દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે. રાજ્યપાલને ચૂંટણીપંચનો પત્ર મળ્યો છે, તેના પર કાયદાકીય સલાહ બાદ રાજ્યપાલ આગળની સ્થિતિ સ્પષ્ટ કરશે. જેએમએમ-કોંગ્રેસના ગઠબંધનના પ્રતિનિધિ મંડળે કહ્યું હતું કે રાજ્યમાં ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો માહોલ બન્યો છે. એ બાબતે રાજ્યપાલ સ્થિતિ સ્પષ્ટ કરે તે જરૃરી છે. એ પહેલાં હેમંત સોરેન રાજીનામું આપશે એવી અટકળોએ જોર પકડયું હતું. ચૂંટણીપંચે લાભના પદ બાબતે સોરેનનું ધારાસભ્યપદ રદ્ કરવાની ભલામણ કરતો પત્ર લખ્યો એ પછી રાજ્યપાલના નિર્ણય પર નજર હતી.
દરમિયાન હેમંત સોરેને એક મહત્વનો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ પાડી હતી. મુખ્યમંત્રી હેમંત સોરેને ખુદ આ બાબતે ટ્વિટરમાં જાણકારી આપીને કહ્યું હતું કે વધુ એક વાયદો પૂરો થયો છે. રાજ્યના સરકારી કર્મચારીઓની આ જૂની માગણી હતી. કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ મુખ્યમંત્રીએ એ અંગેની જાહેરાત કરી હતી.



https://ift.tt/Goy2E05 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/l9G63Ot

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ