આગ્રા,6 સપ્ટેમ્બર,2022,મંગળવાર
કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. મારનારા કરતા પણ તારનારો વધારે બળવાન હોય છે એવું જ ઉત્તરપ્રદેશના ઇટાવા જિલ્લાના ભરથાણા રેલવે સ્ટેશન પર મંગળવારે સવારે 8.45 વાગે બની હતી. ભોલાસિંહ નામનો એક યાત્રી ચાલુ ટ્રેન પકડવાના પ્રયાસ ટ્રેક પર પડી ગયો હતો. ટ્રેન તેના પરથી તેજ ગતિએ પસાર થઇ હતી. લોકો સમજાવા લાગ્ચા કે ટ્રેક નીચે પડી જનારા શખ્સનો કચ્ચરઘાણ વળી ગયો હશે પરંતુ આશ્ચર્ય વચ્ચે ટ્રેન પસાર થયા પછી શખ્સ જીવતો નિકળ્યો હતો.
મુસાફર પોતે ટ્રેન પસાર થયા પછી હાથ જોડ઼ીને ઉભો થયો ત્યારે ઇમોશનલ સીન થયો હતો. કદાંચ તે ખુદની કિસ્મતનો જ આભાર માની રહયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભોલાસિંહ નામનો પ્રવાસી આગ્રા ફોર્ટથી લખનૌ જંકશન જતી ઇન્ટરસિટી ટ્રેનના જનરલ કોચમાં ચડવા પ્રયાસ કર્યો. એમાં ગેટ પાસે તેનો પગ લપસી જતા રેલવે ટ્રેકમાં જઇને પડયો હતો. આ અંગેનો વીડિયો અને સ્ક્રીન શોટ ફોટા વાયરલ થયા છે.
પ્લેટફોર્મના નિચેના અને ટ્રેકની વચ્ચેની સાંકળી જગ્યામાં ટ્રેનના ડબ્બોનો એક ભાગ કેવી રીતે ટચ થયો નહી એની સૌને નવાઇ લાગી હતી. ઘટના સ્થળે હાજર લોકો માટે આ ચમત્કારથી કમ ન હતું. આ પ્રવાસી કાનપુર ગ્રામીણ વિસ્તારના ભરથાનાનો રહેવાસી છે. તેને સામાન્ય ઇજંજાઓ થઇ હતી, ઘા સાફ કરીને પાટા પીંડી માટે કલિનિકમાં લઇ જવામાં આવ્યો હતો. આ વીડિયો લોકોની ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
https://ift.tt/odruTUL from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/u134UxD
0 ટિપ્પણીઓ