- દિલ્હી, નોઇડા, કાનપુરમાં નવો ભાવ અમલી
- નેચરલ ગેસનો ભાવ એમએમબીટીયુ દીઠ 1.79 ડોલરથી વધી 8.59 ડોલર થતાં ભાવ વધ્યા
નવી દિલ્હી : દિલ્હીમાં સીએનજી અને પીએનજીના કૂકિંગ ગેસના ભાવમાં શનિવારથી ત્રણ રુપિયાનો વધારો થયો છે. નેચરલ ગેસના ભાવમાં વધારાના પગલે આ વધારો કરવામાં આવ્યો છે.
સીએનજીના ભાવમાં પ્રતિ કિ.ગ્રા. ૩ રુપિયાનો વધારો તે છેલ્લા ચાર મહિનાના સમયમાં નોંધાયેલો પ્રથમ વધારો છે. જ્યારે પીએનજીના ભાવમાં સ્ટાન્ડર્ડ ક્યુબક મીટર દીઠ ૩ રુપિયાનો કરવામાં આવેલો વધારો છેલ્લા બે મહિનાનો પ્રથમ વધારો છે.
આ સાથે દિલ્હીમાં સીએનજીનો ભાવ પ્રતિ કિ.ગ્રા. ૭૫.૬૧ રુપિયાથી વધીને ૭૮.૬૧ રુપિયા થઈ ગયો છે, એમ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (આઇજીએલ)ની વેબસાઇટમાં જણાવ્યું છે. સાતમી માર્ચ પછી આ ૧૪મો વધારો છે. ૨૧ મેના રોજ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો બે રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન સીએનજીનો ભાવ પ્રતિ કિલો ૨૨.૬૦ રુપિયા વધ્યો છે. એપ્રિલ ૨૦૨૧થી સીએનજીનો ભાવ પ્રતિ કિલો ૩૫.૨૧ રુપિયા કે ૮૦ ટકા વધારવામાં આવ્યો છે.
આ દરમિયાન પીએનજીનો ભાવ પણ દિલ્હીમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીધ ૫૦.૫૯ રુપિયાથી વધારીને ૫૩.૫૯ રુપિયા કરવામાં આવ્યો છે. પીએનજીના દરમા ઓગસ્ટ ૨૦૨૧ પછી દસમો વધારો છે. આમ પ્રતિ સીએમ તેનો ભાવ ૨૯.૯૩ ટકા એટલે કે ૯૧ ટકા વધ્યો છે.
આઇજીએલે જણાવ્યું હતું કે સીએનજી અને પીએનજીના દર પણ નોઇડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ તથા અન્ય શહેરો જેવા કે ઉત્તરપ્રદેશમાં કાનપુર અને રાજસ્થાનમાં અજમેરમાં વધ્યા છે. સરકારે પહેલી એપ્રિલથી નેચરલ ગેસના ભાવમાં ૪૦ ટકા જેટલો વિક્રમજનક વધારો કરી ૮.૫૭ પર મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ કરતા ગેસના ભાવમાં આ વધારો થયો છે. આ ભાવ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પ્રતિ એમએમબીટીયુ દીઠ ૧.૭૯ ડોલર હતો. ગેસના ભાવમાં પ્રતિ એમએમબીટીયુ દીઠ એક ડોલરના વધારાના પગલે સીએનજી-પીએનજી કંપનીઓએ ભાવમાં પ્રતિ કિલોએ ચારથી પાંચ રુપિયા વધારો કરવા પડે છે.
https://ift.tt/O9vcD4f from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ZjECgoW
0 ટિપ્પણીઓ