Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: રથયાત્રાના બંદોબસ્તમાં હાજર પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત

રથયાત્રાના બંદોબસ્તમાં હાજર પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત

 વડોદરા,રથાયાત્રાના બંદોબસ્તમાં ફરજ પર હાજર પોલીસ જવાનને બપોરે અચાનક ગભરામણ અને ત્યારબાદ ઊલટી થતા તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, હાર્ટ એટેક એટલો તીવ્ર  હતો કે, તેઓનો જીવ બચી શક્યો નહતો. એક મહિના અગાઉ પી.એમ.ના કાર્યક્રમમાં બંદોબસ્તમાં હાજર હોમગાર્ડ જવાનનું પણ મોત થયું હતું.

અષાઢી બીજના દિવસે ઇસ્કોન મંદિર ખાતેથી નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને પોલીસ દ્વારા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.


https://ift.tt/hegjT8Y
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Sfv5NxR
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ