સરદાર સરોવર નર્મદા ડેમ 70 ટકા ભરાયો, કાલે સવારે ડેમના 5 ગેટ ખોલાશે, 27 ગામ એલર્ટ પર


Narmada Dam : મધ્યપ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 128ને પાર કરી છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે પાણી આવક વધી રહી છે, ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 128.67 મીટર પહોંચતા નર્મદા ડેમ 70 ટકા ભરાયો છે, ત્યારે ડેમનું પાણી નદીમાં છોડવામાં આવશે. જેથી આવતીકાલે (31 જુલાઈ) સવારે 11 વાગ્યાની આસપાસ નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવશે. જેને લઈને 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. 


https://ift.tt/5tkVeYO
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6EcH12Z
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ