વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે અનેક રસ્તાઓ ઉબડખાબડ બન્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે ગાજરાવાડી વિસ્તારના ઈદગાહ મેદાન પાસેનો માર્ગ ઉબડખાબડ થઈ જતા લોકો પરેશાન છે.
વડોદરાના પૂર્વ વિસ્તારને જુના સીટી વિસ્તાર સાથે જોડતો વાઘોડિયા રોડ ડી માર્ટથી વિહાર ટોકીઝ સુધીના માર્ગનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે. શરૂઆતનો ફોર લેન માર્ગ ગાજરાવાડી નજીક વન વે બની જાય છે. આ માર્ગ ઉપર પહેલેથી જ રખડતા પશુઓનો ત્રાસ અને માર્ગની બંને તરફ દબાણ તથા મોટા વાહનોના ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા છે. જેનું કાયમી ધોરણે નિરાકરણ આવી રહ્યું નથી. તો બીજી તરફ ગાજરાવાડી પાણીની ટાંકીથી વિહાર ટોકીઝ સુધીનો માર્ગ અવારનવાર ખોદકામના કારણે ઉબડખાબડ બને છે.
https://ift.tt/0eCcAjg
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/e1q7I2v
via IFTTT
0 ટિપ્પણીઓ