Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: પ્રીમિયમના નામે સરકારનો ડબલ ડોઝ રેતી, કપચી, માટી સહિતના ખનિજોની રોયલ્ટી રાતોરાત ડબલ કરી દીધી

પ્રીમિયમના નામે સરકારનો ડબલ ડોઝ રેતી, કપચી, માટી સહિતના ખનિજોની રોયલ્ટી રાતોરાત ડબલ કરી દીધી

વડોદરા, તા.1 રેતી, કપચી અને સાદી માટી સહિતના ખનિજ પર લેવાતી રોયલ્ટી ઉપરાંત તેટલાં જ પ્રીમિયમની વસૂલાત એટલે કે ડબલ રોયલ્ટી જેટલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો નિર્ણય સરકારે રાતોરાત લીધો છે. અચાનક બમણા ભાવવધારાના પગલે ખનિજોનું ઉત્પાદન અને વેપાર કરતા લોકોમાં આંતરિક વિરોધ શરૃ થઇ ગયો છે.

રેતી, કપચી અને સાદી માટી તેમજ અન્ય ખનિજો પર સરકાર દ્વારા દર વર્ષે ૩૦ ટકા વધારો કરવામાં આવતો હતો.  છેલ્લે વર્ષ-૨૦૧૫માં રોયલ્ટીની રકમમાં વધારો થયો હતો અને ત્યારબાદ કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. વર્ષ-૨૦૧૭ના જાહેરનામાં મુજબ નવી લીઝો ૧૦૦ ટકા પ્રીમીયમ ભર્યા બાદ એલોટ થતી હતી જેથી રોયલ્ટીની રકમમાં વધારો કરી શકાતો ન હતો.


https://ift.tt/pn27TOK
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6amFSGX
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ