Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: યશ ઠાકુરની હત્યા કેસમાં બંને આરોપીઓ પાસે ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું

યશ ઠાકુરની હત્યા કેસમાં બંને આરોપીઓ પાસે ઘટનાનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું



કોઠી ચારરસ્તા પાસે થયેલ યશ ઠાકુર હત્યા કેસમાં પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડ્યા બાદ આજે તેમનું રિ કન્સ્ટ્રક્શન કરાવાયું હતું. પોલીસે આરોપીએ કઈ રીતે યશની હત્યા કરી અને હત્યા કર્યા બાદ શું કર્યું હતું તે તમામની ઝીણવટભરી વિગતો એકઠી કરી હતી.

તરસાલી ખાતે ઈંડાની લારી પર કામ કરતા 26 વર્ષીય યશ ઠાકુરની હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી ભીમબહાદુર ગોપાલબહાદુર સોની (રહે -અમર શ્રદ્ધા વુડા, તરસાલી /મૂળ રહે - નેપાળ) અને મેહુલ મહેશભાઈ માળી(રહે -અમર શ્રદ્ધા વુડા, તરસાલી)ની પોલીસે ધરપકડ કર્યા બાદ ગુનાની વધુ તપાસ માટે બંનેના અદાલત પાસેથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

https://ift.tt/1Z5UpyS
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uNw1qtd
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ