Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: જન્મથી આંતરડાની બીમારી ધરાવતી બાળકીની ૨૪ દિવસ સારવાર ચાલી

જન્મથી આંતરડાની બીમારી ધરાવતી બાળકીની ૨૪ દિવસ સારવાર ચાલી

વડોદરા,મધ્યપ્રદેશની અધૂરા માસે, ઓછા વજનવાળી બાળકીને  જન્મથી જ આંતરડાની ગંભીર બીમારી હતી. સયાજી હોસ્પટલમાં પિડિયાટ્રિક  ડિપાર્ટમેન્ટના ડોક્ટરોની ટીમની ૨૪ દિવસની સારવાર પછી બાળકી સ્વસ્થ થઇ  હતી.

મધ્યપ્રદેશના અલીરાજપુરના અંતરિયાળ ગામે રહેતા પરિવારની મહિલાએ અધૂરા સામે ૧.૬૮૦ કિલો વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો હતો. જન્મથી જ બાળકીને આંતરડાની ગંભીર બીમારી હોઇ સારવાર માટે ે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં લાવવામાં આવી હતી. જ્યાં બાળકીને મીડગટ વોલ્યુલસ ( આંતરડા ગૂંચવાઇ જવા) હોવાનું નિદાન થયું હતું.


https://ift.tt/qgBx0dG
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RlZDCbd
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ