અમદાવાદ,ગુરૂવાર
ન્યુ રાણીપમાં આવેલા બલોલનગર બ્રીજનો રસ્તો બાનમાં લઇને વાહનચાલકોને માર માર્યા બાદ સ્કૂટર બાઇકની લૂંટ કરવાના મામલે સાબરમતી પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓએ બલોલનગર અને આસપાસના વિસ્તારમાં પોતાનો ભય યથાવત રાખવા માટે લૂંટ કરાયેલા વાહનો તોડી નાખ્યા હતા. ત્યારે સ્થાનિક લોકો અને બ્રીજ પરથી પસાર થતા વાહનચાલકોએ માંગણી કરી છે કે પોલીસ દ્વારા આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલીંગ કરવામાં આવે.
ન્યુ રાણીપમાં આવેલા બલોલનગર બ્રીજના રસ્તાની વચ્ચે મંગળવારે રાતના સમયે વાહન મુકીને રસ્તો બાનમાં લીધા બાદ જઇ રહેલા વાહનચાલકોને રોકીને છરી, પાઇપ અને લાકડી સહિતના ઘાતક હથિયારો સાથે ઉભા રહેલા સાત માથાભારે તત્વોએ માર માર્યો હતો. સાથેસાથે એક સ્કૂટર અને બાઇકની લૂંટ કરીને સરસ્વતીનગરમાં લઇ જઇને તોડી નાખ્યા હતા.
https://ift.tt/kIdXG5K
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/E5Xeq89
via IFTTT
0 ટિપ્પણીઓ