Former MLA Kesarisinh Solanki suspended from BJP : ખેડા જિલ્લામાં ભાજપ સામે બંડ પોકારનાર પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. માતરના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ખેડા જિલ્લા પ્રમુખ નયનાબહેન પટેલ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમણે વર્ષ 2014માં પ્રથમ વખત માતર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારબાદ વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ફરીથી ધારાસભ્ય બન્યા હતા.
ભાજપે માતરના પૂર્વ MLA કેસરીસિંહને સસ્પેન્ડ કર્યા
કેસરીસિંહ વારંવાર કરવામાં આવતી પક્ષ વિરોધી કામગીરીને લઈને પક્ષના જ માતરના કાર્યકરો અને સ્થાનિક નેતાઓએ પ્રશ્નો ઉભા કર્યા હતા.
https://ift.tt/gDhH7mp
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/kjsLleH
via IFTTT
0 ટિપ્પણીઓ