અમદાવાદ,સોમવાર
ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યાના મામલે શરૂ કરવામાં આવેલી પોલીસ તપાસમાં સ્કૂલની બેદરકારીની અનેક વિગતો સામે આવી રહી છે. ત્યારે સેવન્થ ડે સ્કૂલ અગાઉ પણ વિવાદમાં આવી ચુકી છે. વર્ષ ૨૦૧૩માં સેવન્થ ડે સ્કૂલમાં સ્કાઉટની તાલીમ માટે આવેલા એક વિદ્યાર્થીને ખ્રિસ્તી મિશનરી માટે કામ કરવા માટે સક્રિય કર્યો હતો. જેના કારણે તે વિદ્યાર્થી ઘર છોડીને ચાલ્યો ગયો અને નવ મહિના બાદ આદિવાસી વિસ્તારમાં મિશનરી માટે કામ કરતો મળી આવ્યો હતો.
સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-૧૦ના વિદ્યાર્થી નયન સતાણીની હત્યા બાદ આરોપીઓની ધરપકડ કરીને ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે.
https://ift.tt/GVjMQKS
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uw5DyPl
via IFTTT
0 ટિપ્પણીઓ