સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે પ્રતિદિન હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા હોય પ્રતાપનગર - એકતાનગર વચ્ચે ટ્રેનોના ફેરા વધારવા ડીઆરએમને રજૂઆત કરાઈ હતી.
ડીઆરયુસીસી સભ્ય વડોદરા ડિવિઝન એમ.હબીબ લોખંડવાલા દ્વારા ડીઆરએમ રાજુ ભડકેને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે, અમારા ડિવિઝનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર આવે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા છે. જેને નિહાળવા દેશ-વિદેશથી પ્રતિદિન હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. આ જ રૂટ ઉપર પ્રસિધ્ધ ચાંદોદ ધાર્મિક યાત્રાધામ પણ છે.
https://ift.tt/QKhfRYk
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YxrZmul
via IFTTT
0 ટિપ્પણીઓ