વડોદરાઃ શહેરના જુદાજુદા વિસ્તારોમાં ટુવ્હીલર પાર્ક કરીને જતા નોકરીયાતોના વાહનો ચોરનારને પોલીસે ઝડપી પાડતાં છ બાઇક ચોર્યાની વિગતો ખૂલી છે.
સમા કેનાલ પાસે નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ પર પસાર થતા મનહર ઉર્ફે મહેશ ઉદાભાઇ વાદી(ટુંડાવ,સાવલી)ને ક્રાઇમ બ્રાન્ચની ટીમે અટકાવી બાઇકના કાગળો માંગતા આ બાઇક પંદર દિવસ પહેલાં દુમાડ પાસેથી ચોર્યાની વિગતો ખૂલી હતી.
વધુ તપાસ દરમિયાન વાહન ઉઠાવગીરે વાહનો પાર્ક કરીને નોકરીએ જતા લોકો પર વોચ રાખી સમા,એરપોર્ટ સર્કલ, અમિત નગર જેવા વિસ્તારોમાંથી છ મોટર સાઇકલ ચોર્યાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે બે બાઇક કબજે લઇ બાકીના વાહનો કબજે લેવા રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.
https://ift.tt/jwsAadD
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/E40oxV1
via IFTTT
0 ટિપ્પણીઓ