Breaking News

સમાચાર
લોડ થઈ રહ્યું છે...

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા બાદ શિક્ષણ વિભાગ સક્રિય, DEOએ શાળાઓને જાહેર કર્યો પરિપત્ર


Ahmedabad News : અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ 10માં ધોરણના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ છે. આ ઘટનાના સમગ્ર દેશમાં પડઘાં પડ્યા છે અને આ મામલો સતત જોર પકડી રહ્યો છે. ત્યારે હવે વિદ્યાર્થીની હત્યાની ગંભીર ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા 'સ્કૂલ સેફ્ટી પોલિસી 2016' અંતર્ગત   શાળાઓને એક પરિપત્ર જારી કરાયો છે.

આ પરિપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. DEOએ તમામ શાળાઓને પરિપત્રનું કડક પાલન કરવા અને બાળકોના જીવન સાથે બેદરકારી ન દાખવવા માટે ભારપૂર્વક જણાવ્યું છે.


https://ift.tt/yIh0Del
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sCtY2FS
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ