વડોદરાઃ વડોદરા નજીક દુમાડ હાઇવે પર આજે નમતી બપોરે એક કન્ટેનરમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી અને ટ્રાફિક જામ થયો હતો.ફાયર બ્રિગેડે માંડમાંડ સ્થળ પર પહોંચી સ્થિતિ સંભાળી હતી.
બે દિવસ પહેલાં જ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર વડોદરા નજીક દોડકા ગામ પાસે કોલસા ભરેલા કન્ટેનરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.આજે આવી જ રીતે તામિલનાડુથી કાપડના તાકા ભરેલું કન્ટેનર રાજકોટ જઇ રહ્યું હતું ત્યારે વડોદરા પાસે દુમાડ ચોકડી નજીક ધુમાડા નીકળતાં ડ્રાઇવર-ક્લિનર ઉતરી ગયા હતા.
થોડી જ વારમાં આગે કન્ટેનરને લપેટમાં લેતાં વાહનચાલકોમાં નાસભાગ મચી હતી.
https://ift.tt/HqXZOvN
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QSgZT9K
via IFTTT
0 ટિપ્પણીઓ