ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

આજવારોડ પર પિતા,પુત્ર અને પુત્રી પર ડંડાથી હુમલો

 વડોદરા,ચાલતી જતી ૧૬ વર્ષની કિશોરીને અથડાઇને જતા કિશોરને સમજાવવા ગયેલા યુવતીના પિતા અને ભાઇ પર આરોપીઓએ ડંડા વડે હુમલો કર્યો હતો.

આજવારોડ પર  રહેતા યુવકે  બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૬ મી તારીખે રાત્રે ૮ વાગ્યે હું તથા મારા પરિવારજનો મહાદેવના મંદિરે ભંડારામાંથી ઘરે પરત આવતા હતા. તે સમયે એક સગીર વયનો કિશોર  મારી ૧૬ વર્ષની નાની બહેન સાથે અથડાયો હતો.જેથી, મારા પિતા તેને સમજાવવા માટે તેના ઘરે ગયા હતા. મારા  પિતાએ સગીરના ભાઇને કહ્યું કે, તારા ભાઇને સમજાવી દેજે. બંને ભાઇઓએ મારા પિતા સાથે મારામારી કરી હતી.


https://ift.tt/pjIsvBk
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OYtZRbl
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ