વડોદરાઃ વડોદરામાં નવરાત્રી ઉત્સવના શાનદાર પ્રારંભની સાથે સાથે સુરક્ષા રાખવા માટે તેમજ ટ્રાફિકના મુદ્દે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.
શહેરમાં ૭૦૦ થી વધુ સ્થળે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાથી પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનર દ્વારા આજે શી ટીમ અને મહિલા પોલીસને જુદાજુદા ગરબા ગ્રાઉન્ડો પર ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેવા અને ગરબા ઘૂમવા કહેવાયું છે.
રોમિયોગિરી કરતા તત્વો પર નજર રાખવા માટે મહિલા પોલીસ ઉપરાંત પોલીસ જવાનોની ટીમો તેમજ ઘોડેશ્વાર પોલીસ દ્વારા પણ સોસાયટીના અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે.
આ ઉપરાંત બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો દ્વારા પણ રોજેરોજ ગરબા ગ્રાઉન્ડો પર ચેકિંગ કરવામાં આવનાર છે.
https://ift.tt/qL7kEKM
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/B42Jqe6
via IFTTT
0 ટિપ્પણીઓ