Ahmedabad News : અમદાવાદના નારોલ વિસ્તારમાં પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થઈ રહેલા એક દંપતીનું 8 સપ્ટેમ્બરના રોજ વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. પોલીસે તપાસ બાદ ખાનગી કોન્ટ્રાક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના બે અધિકારીઓ સહિત પાંચ લોકોની બેદરકારી બદલ ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બાદ AMCએ શહેરમાં આવેલા તમામ વીજપોલ અને વાયરિંગની તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે, જો કોઈ વીજપોલ પર ખુલ્લા વાયરો દેખાશે તો જવાબદાર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વીજપોલ પર ખુલ્લા વાયરો મામલે કડક પગલા લેવાનો AMCએ નિર્ણય કર્યો છે. AMCએ જણાવ્યું કે, આ કામગીરીમાં બેદરકારી દાખનાર એજન્સી સામે દંડાત્મક પગલા લેવાશે.
https://ift.tt/SwDu751
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DNHMJc8
via IFTTT
0 ટિપ્પણીઓ