અમદાવાદ,બુધવાર
શહેરની વિવિધ કન્ટ્રક્શન સાઇટ પર દિવસમાં કડીયા કામ કરવાનું અને રાતના સમયે ચોક્કસ ગેંગ બનાવીને વિવિધ વિસ્તારોમાંથી સ્પોર્ટસ બાઇકની ઉઠાંતરી ગેંગના બે સાગરિતોને ઝડપીને અમદાવાદ ક્રાઇમબ્રાંચે મહત્વની સફળતા મેળવીને પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની આઠ જેટલી બાઇક પણ જપ્ત કરી છે. બાઇકની ચોરી કરીને આરોપીઓ રાજસ્થાન લઇ જતા હતા અને ત્યાં મોડીફાઇડ કરીને વેચી દેતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચોક્કસ પ્રકારની સ્પોર્ટસ બાઇકની ચોરી થવાના કિસ્સા વધ્યા હતા.
https://ift.tt/3EudVFo
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FvJsqzy
via IFTTT
0 ટિપ્પણીઓ