
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ રસ્તા પરના ખાડા અને ભૂવાની સમસ્યાને લઈ અકોટા વિવાન્તા હોટેલથી મુજમહુડા સુધી ખાડોદરા અને ભૂવા ઉત્સવ પદયાત્રા યોજી હતી. જેમાં કાઉન્સિલરો, ફ્રન્ટલ સેલ પ્રમુખો, વોર્ડ પ્રમુખો અને અનેક કાર્યકરો જોડાયા હતા.
કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે, વડોદરા ભૂવા નગરી બની ગયું છે. તંત્ર રસ્તા બનાવવા પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. છતાં ઘણા રસ્તાઓ ખખડધજ બનવા સાથે ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે.
https://ift.tt/MjXlkzo
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3RHq0Fm
via IFTTT
0 ટિપ્પણીઓ