ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

ભાવનગર: ફોનમાં વાત કરતાં યુવકને ઠપકો આપવા ગયેલા યુવતીના સંબંધીની છરીના ઘા ઝીંકીને હત્યા, 4ની ધરપકડ


Bhavnagar News: ભાવનગર અકવાડામાં યુવક અને યુવતીના ફોન પર વાતચીત અને વોટ્સએપ ચેટિંગના મુદ્દે હત્યા થતાં ચકચાર મચી છે. યુવતીના પરિવારજનોને દીકરી અલ્પેશ સોલંકી નામના યુવક સાથે વાત કરે છે તેવી જાણ થઈ હતી. તે બાદ યુવકને ઠપકો આપવા ગત મોડી રાત્રે યુવતીના પરિવારના 3 શખ્સો યુવકના ઘરે ગયા હતા. જ્યાં મામલો બીચકતા ઉગ્ર બોલાચાલી બાદ યુવકના પરિવારજનોએ હુમલો કરી દીધો હતો. યુવતીના સંબંધી દિનેશ નામના યુવકને છરીઓના ઘા ઝીંક્યા હતા, જે બાદ દિનેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં આજે 11 જાન્યુઆરી દિનેશનું મોત થતાં મારામારીની ઘટના હત્યામાં પરિણમી છે. 


https://ift.tt/4JOQgpT
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BL1R50N
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ