
Ahmedabad News: અમદાવાદની શાળાઓ અને નીચલી અદાલતોને છેલ્લા એક વર્ષથી બોમ્બ બ્લાસ્ટ અને અન્ય ધમકીભર્યા ઈ-મેઈલ મોકલી ફાળકો ફેલાવનાર મુખ્ય સૂત્રધારને અમદાવાદ સાયબર ક્રાઈમ અને શહેર ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પશ્ચિમ બંગાળથી ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો આરોપી મૂળ બાંગ્લાદેશના ઢાકાનો રહેવાસી છે, જેનું નામ માઈકલ બિશ્વાસ છે પરંતુ તે ભારતમાં સૌરભ બિશ્વાસના નામે ગેરકાયદેસર રીતે રહેતો હતો. આરોપી VPN અને પ્રોક્સી IP એડ્રેસનો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. પોલીસે આ મામલે સાયબર ટેરરિઝમની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીની બહેન પણ સંડોવાયેલી
https://ift.tt/iwE5Wxm
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6HdhV2P
via IFTTT
0 ટિપ્પણીઓ