ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

કમિશનની લાલચ આપીને મ્યૂલ એકાઉન્ટ- સીમ કાર્ડ મેળવવાનું કૌભાંડ

અમદાવાદ, રવિવાર

વી એસ હોસ્પિટલમાં આવતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ તેમના સગાને નાણાંની લાલચ આપીને તેમના આધારકાર્ડ સહિતના દસ્તાવેજોના આધારે મ્યૂલ એકાઉન્ટ ખોલવાની સાથે સીમકાર્ડ ખરીદીને ચાઇનીઝ ગેંગ દ્વારા પડાવવામાં આવતા નાણાંની હેરફેર કરવામાં મદદ કરતી ટોળકીને મુખ્ય સાગરિતને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધો હતો. આરોપીની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે  તેની સાથે સમગ્ર ગુજરાત અને મુંબઇમાં અનેક લોકો સંકળાયેલા હતા. જેમાં કેટલીક યુવતીઓનો પણ હતી. આ સમગ્ર કૌભાંડ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે  સાયબર ક્રાઇમના લગતા ગુનામાં નાણાંની હેરફેર કરવા માટે અને સીમકાર્ડ અપાવતી ગેગનો મુખ્ય સાગરિત રેહાન ભુરાણી નામનો વ્યક્તિ વી એસ હોસ્પિટલ પાસે ઉભો છે.


https://ift.tt/TzaLKOZ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/n5MpyHw
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ