અમદાવાદ, શુક્રવાર
શહેરના જગતપુર ગોદરેજ ગાર્ડન સીટી રોડ પર આવેલા સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં પીસીબીએ દરોડો પાડીને મુખ્ય સંચાલક સહિત જુગાર રમી રહેલા પાંચ શખ્સોને રોકડ અને કાર સહિત કુલ રૂપિયા ૨૫ લાખના મુદ્દમાલ સાથે ઝડપી લીધા હતા. વિસ્મય પંડયા નામનો વ્યક્તિ જુગારીઓ પાસે સેશન પ્રમાણે કમિશન લઇને જુગારનો અડ્ડો ચલાવતો હતો.
જગતપુર ગોદરેજ ગાર્ડન સીટી રોડ પર આવેલા સેવી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં રહેતો વિસ્મય પંડયા નામનો વ્યક્તિ બહારથી લોકોને બોલાવીને સેશન પર કમિશન લઇને મોટાપ્રમાણમાં જુગારનો અડ્ડો ચલાવતો હોવાની માહિતી પીસીબીને મળી હતી.
https://ift.tt/maU01D9
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FPzcrL6
via IFTTT
0 ટિપ્પણીઓ