Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: હવે ફોટાને અલગ-અલગ ઇફેક્ટ્સ આપવા કામ આવશે ગૂગલ ફોટો, જલદી રિલીઝ થઇ રહ્યું છે ખાસ ફિચર, જાણો

હવે ફોટાને અલગ-અલગ ઇફેક્ટ્સ આપવા કામ આવશે ગૂગલ ફોટો, જલદી રિલીઝ થઇ રહ્યું છે ખાસ ફિચર, જાણો

નવી દિલ્હીઃ ગૂગલ ફોટો એપ વિશે તમામ લોકો જાણતા હશે, પરંતુ આ એપ કે પ્લેટફોર્મને તમે હજુ સુધી ફોટો સ્ટૉર કરવાના હેતુથી જ યૂઝ કરતા હશે, અને અને તેના ખાસ ફિચરની જાણકારી નહીં હોય. પરંતુ આને મજેદાર બનાવવા માટે ગૂગલે હવે આમાં એક કમાલનુ ફિચર એડ કર્યુ છે. આ ફિચરથી માત્ર તેમાં તમારો ફોટો સ્ટૉર જ નહીં કરી શકો પરંતુ તેના પર ઇફેક્ટસ પણ આપી શકશો. આ ફિચરને પોર્ટ્રેટ બ્લર ફિચર નામ આપવામાં આવ્યુ છે. હાલમાં આને કેટલાક ડિવાઇસ માટે રિલીઝ કરવામાં આવ્યુ છે. જલદી આને તમામ માટે રિલીઝ કરી દેવામાં આવશે. જાણઓ શું છે આ ફિચરને કઇ રીતે કરે છે કામ............

પહેલા ફિચરને સમજો -
આ ફિચર અંતર્ગત તમે પોતાના નવા અને જુના ફોટો જે ગૂગલ ફોટો એપમાં પહેલાથી સેવ છે, તેને એડિટ કરી શકશો. આ ફિચર તમને ફોટો બેકગ્રાઉન્ડને બ્લર કરવાનો ઓપ્શન આપે છે. આ તે ફોટો પર પણ એપ્લાય થશે જે પોર્ટ્રેટ મૉડમાં ના હોય.  

ફિચર યૂઝ કરવા માટેની જરૂરી વાત -
આ ફિચરને યૂઝ કરવા માટે ફોનમાં કમ સે કમ 3 જીબી રેમ મેમરી હોવી જરૂરી છે. સાથે ફોન એન્ડ્રોઇડ 8.0 કે તેનાથી ઉપરના વર્ઝનનો હોવો જોઇએ. આ ઉપરાંત તમારી ગૂગલ ફોટો એપ પણ લેટેસ્ટ વર્ઝન વાળુ હોવુ જોઇએ. જોકે હજુ સુધી આ કેટલાક ફોન માટે જ રિલીઝ થયુ છે. આવામાં અપડેટનો ઇન્તજાર કરવો પડશે. બધા માટે રૉલઆઉટ થતાં જ એપ અપડેટ કરી લો.

આ રીતે કરો યૂઝ - 
આ ફિચરને યૂઝ કરવા માટે નીચે બતાવવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરો. 

સૌથી પહેલા પોતાના ડિવાઇસમાં ગૂગલ ફોટો એપ ઓપન કરો.
હવે લાયબ્રેરીમાં રહેલો કોઇપણ ફોટો પસંદ કરો. 
આ પછી EDIT પર ક્લિક કરો.
જ્યારે બધુ સેટિંગ લૉડ થઇ જાય તો ટૂલ્સ પર ક્લિક કરો. હવે તમારી સામે ઘણાબધા ઓપ્શન ખુલશે.
આ પછી BLUR વાળા ઓપ્શન પર ક્લિક કરો.
આ પછી AUTO પર ક્લિક કરતાં જ તમારા ફોટાનુ બેકગ્રાઉન્ડ બ્લર થવા લાગશે. 
બ્લર કેટલા ટકા સુધી કરવુ છે, તે કમાન્ડ તમારા હાથમાં હશે.
જ્યારે ફોટો પસંદ અને જરૂર પ્રમાણે બ્લર થઇ જાય તો DONE પર ક્લિક કરી દો. 

આ પણ વાંચો...........

Ukraine Russia War: રાસાયણિક કે જૈવિક હથિયાર શું છે ? શું તે યુદ્ધમાં વાપરી શકાય ?

લાલ ચંદનનો આ ઉપાય છે ખૂબ પ્રભાવી, દૂર થશે વાસ્તુ દોષ અને કારોબારમાં મળશે સફળતા

HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ

Kia Carens અને Maruti XL6 માંથી કઈ છે શ્રેષ્ઠ, જાણો ફીચર્સથી લઈ એન્જિન સુધીની સરખામણી

મેડિકલ વિભાગમાં કરવા માંગો છો સરકારી નોકરી તો અહીંયા કરો અરજી, મહિને 45 હજાર મળશે પગાર

રાજ્યમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે વધારો

 

from https://ift.tt/B2Xd6f0 https://ift.tt/AmWj7fb

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ