- એફોર્ડેબલ હાઉસીંગ યોજના અંતર્ગત ગ્રાહકને 2.67 કરોડની સબસીડી અને ડેવલપર્સને ઈન્કમટેક્સ મા માફી મળતા
- પાલિકા વિસ્તારમાં 18 એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેક્ટને મંજૂરી મળી જેમાં ત્રણ લાખ લાખ ચો.મી.માં 2950હજાર જેટલા યુનિટ બનાવવામાં આવ્યા છે
સુરત,તા.05 એપ્રિલ 2022,મંગળવાર
સુરત મ્યુનિ. વિસ્તારમાં એફોર્ડેબલ હાઉસીંગ યોજના નો લાભ લેવા માટે ખાનગી બિલ્ડરો દ્વારા એક વર્ષમાં 18 જેટલા પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ગ્રાહકને 2.67 લાખ સબસીડી મળે છે જ્યારે બિલ્ડર- ડેવલપર્સને ઇન્કમ ટેક્સમાં રાહત મળે છે. આ યોજનામાં ગ્રાહક અને બિલ્ડર-ડેવલર બન્નેને ફાયદો થતો હોય છેલ્લા એક વર્ષમાં સુરત શહેર વિસ્તારમાં એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
એફોર્ડેબલ હાઉસીંગ યોજનામાં 90 ચો.મી.થી ઓછું ક્ષેત્રફળ ધરાવતા ફ્લેટ ની સ્કીમ માં ગ્રાહકની સાથે સાથે બિલ્ડર- ડેવલપર્સને પણ ફાયદો થઈ રહ્યો છે. આ સ્કીમ હેઠળ વિકાસ પરવાનગી મેળવી 80 ( આઈ) બી હેઠળ ટેક્સ માં રાહત મેળવવા માટે બિલ્ડર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે.
એફોર્ડેબલ હાઉસીંગ યોજના 31 માર્ચ 2022 નો રોજ પુરી થઈ જાય તે પહેલાં સુરત શહેર વિસ્તારમાં 18 જેટલા ખાનગી બિલ્ડરોએ પ્રોજેક્ટની ફાઈલ મંજુર કરાવી હતી. આ સ્કીમ હેઠળ બિલ્ડરોને લાભ મળે છે પરંતુ તેના કરતાં વધુ લાભ મધ્યમ વર્ગના લોકો ફ્લેટ ખરીદે છે તેઓને મળી રહ્યો છે. ફ્લેટ ખરીદનારાઓને સરકાર દ્વારા 2.76 લાખ રૃપિયાની સબસીડી આપવામાં આવે છે. ખાનગી બિલ્ડરોની આવી સ્કીમ હેઠળની એક વર્ષમાં 18 પ્રોજેક્ટ મંજૂર કર્યા છે. ખાનગી બિલ્ડરોએ 18 પ્રોજેક્ટમાં ત્રણ લાખ ચો.મી. જેટલું બાંધકામ કર્યું છે. હાલમાં જે રીતે પ્રતિ ચો.ફુટ બાંધકામ નો ખર્ચ 2500 રૂપિયા ગણવામાં આવે તો ત્રણ લાખ ચો.મી. બાંધકામમાં 750 કરોડ રૂપિયા જેટલી ખર્ચનું એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ બાંધકામ કરવામાં આવ્યું છે. ખાનગી બિલ્ડરોની સ્કીમમાં 2950 જેટલા યુનિટ બનાવવામાં આવ્યા છે.
https://ift.tt/fD2Y16Z from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yjYLu3M
0 ટિપ્પણીઓ