- રત્નકલાકાર તેના મામાના દીકરા સાથે ગોપીન ગામ રોડ પર ફોટોગ્રાફી કરી રહ્યા હતાઃ બાઇક પર બુકાનીધારી બે સહિત ત્રણ લૂંટારૂએ હુમલો કરી ભાગી ગયા
સુરત,તા.6 જુન 2022,સોમવાર
મોટા વરાછા-ગોપીન ગામ રોડ સ્થિત વેદાંત એલીગન્સ નજીક રોડ પર ફોટોગ્રાફી કરી રહેલા બે પિતરાઇ ભાઇ પૈકી એકને ચપ્પુ મારી બુકાનીધારી બે સહિત ત્રણ લૂંટારૂ રૂ. 20 હજારની કિંમતનો કેમેરો લૂંટીને ભાગી જતા અમરોલી પોલીસે બાઇક સવાર લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે.
મોટા વરાછાના વોરાજી ફળીયામાં રહેતો રત્નકલાકાર સમીર સલીમ સમા (ઉ.વ. 23 મૂળ રહે. કરજાળા, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) ગત રોજ મામાના દીકરા રઇશ મેહબુબ રાઠોડ (ઉ.વ. 17) સાથે મોટા વરાછાથી ગોપીન ગામ જવાના રોડ સ્થિત વેદાંત એલીગન્સ નજીક રોડ પર ફોટોગ્રાફી કરવા ગયા હતા. જયાં રઇશ બાઇક પર બેસી પોઝ આપી રહ્યો હતો અને સમીર કેનોન કંપનીના કેમેરામાં ફોટો ક્લીક કરી રહ્યો હતો. ત્યારે બાઇક પર ત્રણ જણા ઘસી આવ્યા હતા. ત્રણ પૈકીના બે મોંઢા પર બુકાનીધારી હતા અને તેમણે રઇશના ડાબા હાથ પર ચપ્પુ મારી બાઇકની ચાવી લઇ લીધી હતી. જયારે સમીર પાસે કેમેરાની માંગણી કરી હતી પરંતુ ઇન્કાર કરતા રઇશને ડાબા પગના ઘૂંટણ પર ચપ્પુ મારી કેમેરો કિંમત રૂ. 20 હજારની મત્તાનો લૂંટીને ભાગી ત્રણેય જણા ભાગી ગયા હતા.
https://ift.tt/ZDjVy1k from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wr2K17q
0 ટિપ્પણીઓ