મિસ્ટર પરફેક્શનિસ્ટને લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગ વખતે ઈજા થઈ હોવા છતા પૂર્ણ કર્યું શૂટિંગ


- ફિલ્મમાં આમિર ખાન, કરીના કપૂર ખાન, નાગા ચૈતન્ય અક્કિનેની અને મોનાસિંહ મહત્વના રોલમાં છે

મુંબઈ, તા. 13 જુલાઈ 2022, બુધવાર

બોલિવુડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિરખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' ટૂંક સમયમાં રીલીઝ થવાની છે. ચાહકો આમિરખાનની ફિલ્મની ઉત્સુક્તાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મના રિલીઝ પહેલાં જ આમિર ખાન તેનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ આમિર ખાને ખૂબ જ મહેનત કરી હતી. તાજેતરમાં આમિર ખાન અંગે એક સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મના એક લાંબા રનિંગ સીકવન્સના શૂટિંગ દરમિયાન આમિર ખાનને ઘૂંટણમાં ઈજા થઈ હતી, તેમ છતાં પણ તેમણે હાર્યા વગર પોતાનો બેસ્ટ શોટ આપ્યો હતો. 


ફિલ્મની શૂટિંગ દરમિયાન આમિર ખાન પોતાના લાંબા રનિંગ સીકવન્સની શૂટિંગ શરૂ કરે છે. આ દરમિયાન તેમના ઘૂંટણ ઉપર ઈજા થઈ હતી અને તેમણે ફિઝીયોથેરાપી પણ કરાવી હતી. જો કે, અભિનેતાએ ઈજા થઈ હોવા છતાં પણ દોડતી વખતે દુઃખાવો ન થાય તે માટે પેઈન કિલર્સ લઈને પણ શૂટિંગ શરૂ કર્યુ હતું.

આમિરખાને ઈજા થઈ હોવા થઈ હોવા છતા પણ શૂટિંગ કર્યું

કોવિડના કારણે ફિલ્મની રીલીઝમાં પહેલાથી ઘણો વિલંબ થયો હતો. આવામાં આમિર ખાન વધુ સમય બગાડવા નહોતા માંગતા. તેથી તેમણે  દુઃખાવો હોવા છતાં પણ લાંબા સીકવન્સનુ શૂટિંગ શરૂ કરી દીધુ હતું. આમ અનેક મુશ્કેલીઓ હોવા છતાં પણ તેમણે શૂટિંગ કર્યું હતું. 

તમને જણાવી દઈએ કે, 'લાલ સિંહ ચઢ્ઢા'નું રનિંગ સીકવન્સ સૌથી ફેમસ સીનમાંથી એક છે. આ સીનમાં બતાવવામાં આવ્યું છે કે,લાલ સિંહ ચઢ્ઢા વર્ષો સુધી દોડે છે અને ભારતના દરેક સુંદર લોકેશન ઉપરથી પસાર થાય છે. આ ફિલ્મને આમિર ખાનના પ્રોડક્શન, કિરણ રાવ અને વિયાકૉમ 18 સ્ટૂડિયોએ પ્રોડ્યુઝ કરી છે. ફિલ્મમાં આમિર ખાન, કરીના કપૂર ખાન, નાગા ચૈતન્ય અક્કિનેની અને મોનાસિંહ મહત્વના રોલમાં છે. નાગા આ ફિલ્મ દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રીલીઝ થશે. 


આમિર ખાન 4 વર્ષ પછી રૂપેરી પડદે જોવા મળશે

આમિર ખાન આ ફિલ્મ દ્વારા 4 વર્ષ બાદ રૂપેરી પડદે પાછા ફરી રહ્યા છે. છેલ્લે તેઓ વર્ષ 2018માં રીલીઝ થયેલી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તા'માં જોવા મળ્યા હતા. જો કે, તેમની આ ફિલ્મ ફ્લોપ થઈ હતી. હવે આમિર ખાન તેમની અપકમિંગ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે. તેમને આ ફિલ્મથી ખૂબ જ આશાઓ છે, તેથી તેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે.



https://ift.tt/1abOIe3

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ