અમદાવાદ,ગુરુવાર
નરોડા પોલીસે ગઇકાલે મધરાતે ભાટ ટોલટેક્ષથી બુટલેગરોની બે કારનો સરદાગરનગર પીછો કર્યો હતો, જ્યાં પોલીસ ઉપર પથ્થર મારો કર્યા બાદ પાઇપ તથા હોકી સ્ટીકથી પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં બે પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બુટલેગરો પોલીસના વાહનોની તોડફોડ કરીને પોલીસને થાપ આપીને નાસી ગયા હતા.
સરદારનગરમાં આવીને પોલીસની ગાડીને ટક્કર મારી, જાનથી મારી નાંખીશ કહી પાઇપ હોકી સ્ટીકથી હુમલો કરી પોલીસને થાપ આપી ભાગી ગયા
કેસની વિગત એવી છે કે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો. કો. દેવેન્દ્રસિંહ ભીખુભા ઝાલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડા બેઠક પાસે ભાગ્યોદય સોસાયટીમાં રહેતા મુકેશ રમેશભાઇ ઠાકોર અને નરોડા પાટિયા પાસે પંડિતની ચાલીમાં રહેતા હારુન જબ્બરભાઇ શેખ તથા ખેમચંદની ચાલીમાં રહેતા ઉસ્માન યુનુસભાઇ શેખ તેમજ મફતનગરના છાપરામાં રહેતા રાજેશ ઉર્ફે ફૂગ્ગો અને લક્ષ્મીનગર, સરદાનગરમાં રહેતા પ્રદ્યુમન ઉર્ફે ટીલું સહિત આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે પેટ્રોલિંગમાં હતા આ સમયે ભાટ ટોલટેક્ષ પાસેથી ઉપરોક્ત બુટલેગરો બે કારમાં પસાર થતા હતા જેથી શંકાના આધારે પોલીસે કારનો રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ કાર ભગાડી મૂકતા પોલીસ કોન્સ્ટેબલને મદદ માંગીને સ્ટાફના બીજા માણસોને બોલાવીને કારનો ફિલ્મીઢબેપીછો કર્યો હતો અને કારને સરદાનગર વિસ્તારમાં રોકતાની સાથે જ પોલીસની ગાડીને બુટલેગરોએ ટક્કર મારી હતી અને પોલીસ ઉપર પથ્થર મારો ર્ક્યા બાદ પાઇપ હોકી સ્ટીક અને લાકડીઓથી પોલીસ પર જીવલેણ હુમલો કરીને બે પોલીસ કર્મચારીને લોહી લુહાણ કરીને આરોપીઓ પોલીસને થાપ આપીને ભાગી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ એક પોલીસ ર્ક્મચારીને નાકે ફ્રેકચર થયું હતુ જ્યારે અન્ય પોલીસ કર્મચારી પણ ગંભીર રીતે ઘાયલ થતાં બન્ને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ બનાવ અંગે નરોડા પોલીસે ખૂનની કોશિષ અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
https://ift.tt/a64u8w0
0 ટિપ્પણીઓ