Breaking News

લોડ થઈ રહ્યું છે...

વર્ષ ૨૦૦૮થી ૨૦૨૧ સુધીમાં ગંભીર ગુના કરી ફરાર થયેલા દસ આરોપીઓ ઝડપાતા નથી

વડોદરા, તા.12 વડોદરા શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં ગુનેગારોને પકડવામાં પોલીસને મદદરૃપ થનાર ખાનગી વ્યક્તિઓ અથવા બાતમીદારોને ઇનામ આપવાની જાહેરાત જિલ્લા પોલીસ અધિક્ષક, વડોદરા દ્વારા કરવામાં આવી છે. 

વડોદરા જિલ્લામાં વર્ષ-૨૦૦૮થી વર્ષ-૨૦૨૧ સુધી નોધાયેલા ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય પરંતુ હજી સુધી ઝડપાયા ના હોય તેવા મુખ્ય ૧૦ આરોપીઓ નાસતા ફરતા હોવાથી તેઓની ચોક્કસ માહિતી આપનારને અથવા આરોપીને પકડવામાં મદદરૃપ થનારની માહિતી ગુપ્ત રાખવાની શરતોને ધ્યાનમાં રાખીને પ્રોત્સાહનરૃપે રોકડ રકમ રૃા.૧૦ હજારનું ઇનામ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. એક ફરાર આરોપીની માહિતી આપનારને રૃા.૧૦ હજાર અપાશે તેવી જ રીતે અલગ અલગ આરોપીઓને પણ તેટલીં જ રકમ ચૂકવાશે.

ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા પોલીસ છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપીઓને ઝડપી શકતી નથી જેના કારણે ઇનામની જાહેરાત કરવી પડી છે.

ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓના નામ

નામ સરનામું નોંધાયેલ ગુના

- સોમા મેલાભાઇ રાઠોડિયા (રહે.સેગુવાડા, તા.ડભોઇ) હત્યા

- ડાહ્યા જીવનભાઇ વસાવા (રહે.માલપુર તા.શિનોર) હત્યા

- અમરા ધણીયા મોહનિયા (રહે.આંબાકાચ, ધાનપુર,

તા.દાહોદ) લૂંટ અને હથિયારધારા

- રાજુ સુરસીંગ મોહનિયા (રહે.માતવા તા.ગરબાડા,

દાહોદ) લૂંટ અને હથિયારધારા

- ધનરાજ હનુમાન લોધ (રહે.અકોહરી, તા.પુરવા,

જિલ્લો ઉન્નાવ, ઉત્તર પ્રદેશ લૂંટ અને આર્મ્સ એક્ટ

- અજય રાજકિશોર પટેલ (રહે.ભોલગંજ, તાપુરવા,

જિલ્લો ઉન્નાવ, ઉત્તર પ્રદેશ) લૂંટ અને આર્મ્સ એક્ટ

- લખનસીંગ કરતારસીંગ સિકલીગર (રહે.મહેમદાવાદ રેલવે

સ્ટેશન પાસે, જિલ્લો ખેડા) ચોરી

- અજય રાજુભાઇ મારવાડી (રહે.મહેમદાવાદ રેલવે સ્ટેશન

પાસે, જિલ્લો ખેડા) ચોરી

- કલમલસિંહ સીસોદીયા (રહે.રણોલી, તા.વડોદરા) ચોરી

- દિનેશ સેટીયા માવી (રહે.શ્યામલકુંડ, તા.ભાભરા,

જિલ્લો અલીરાજપુર, એમપી) ચોરી



https://ift.tt/0sAl2Et

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ