Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 14 માર્ચથી શરૂ

ગુજરાત બોર્ડની ધો.10-12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 14 માર્ચથી શરૂ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની વાર્ષિક પરીક્ષાની જાહેરાત થઈ ગઈ છે. આગામી માર્ચ મહિનામાં આ પરીક્ષાઓ લેવાશે. 

14 માર્ચથી પરીક્ષાઓ શરૂ થશે અને 29 માર્ચ સુધી ચાલશે. જેમાં ધો.10 ની પરીક્ષાઓ 14 માર્ચથી 28 માર્ચ અને ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. જ્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 25 માર્ચ સુધી ચાલશે. મહત્વનું છે કે બોર્ડની આ પરીક્ષામાં કુલ 16 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.

ધોરણ 10નો કાર્યક્રમ
14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

ધો.12 સામાન્ય પ્રવાહનો કાર્યક્રમ
14 માર્ચ- નામના મૂળતત્વ
15 માર્ચ- તત્વ જ્ઞાન
16 માર્ચ- આંકડાશાસ્ત્ર
17 માર્ચ- અર્થશાસ્ત્ર
20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
25 માર્ચ- હિન્દી
27 માર્ચ- કોમ્પ્યુટર
28 માર્ચ- સંસ્કૃત
29 માર્ચ- સમાજ શાસ્ત્ર

ધો 12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ
14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
18 માર્ચ- જીવ વિજ્ઞાન
20 માર્ચ- ગણિત
23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
25 માર્ચ- કોમ્પ્યુટર


Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VUWq82L https://ift.tt/HCouWJS

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ