વડોદરાઃ લવજેહાદની પ્રથમ ફરિયાદ કરનાર પરિણીતાએ શારીરિક અને માનિસિક ત્રાસ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાવેલી ફરિયાદ અંગે પોલીસે તેની સાસુની પણ ધરપકડ કરી છે.
લવજેહાદના પહેલા ચકચારી બનાવમાં પરિણીતાએ સાસરીયાના દબાણને કારણે તેમજ પરિવારને ધમકી આપવામાં આવી હોવાને કારણે સમાધાન કર્યું હોવાનો આક્ષેપ કરી કેસ રિઓપન કરવા રાજ્ય સરકારને અપીલ કરી છે.
પરિણીતાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે,તેને ગુપ્ત ભાગે પણ લાતો મારવામાં આવતી હતી અને હાઇકોર્ટના ખર્ચની પણ માંગણી કરાઇ હતી.તેઓ જાતિ વિષયક અપમાનિત કરતા હતા.આ અંગે એસીપી એવી કાટકડે પતિ સમીર કુરેશી અને સસરા અબ્દુલ કુરેશીની ધરપકડ કર્યા બાદ આજે કોવિડનો રિપોર્ટ આવ્યા બાદ સાસુ ફરિદા કુરેશી(આદર્શ નગર,તરસાલી)ની પણ ધરપકડ કરી છે.કોર્ટે તેને જ્યુ.કસ્ટડીમાં મોકલી છે.
https://ift.tt/o7WEUuS
0 ટિપ્પણીઓ