નવી દિલ્હી, તા.13 જાન્યુઆરી-2023, શુક્રવાર
ઉત્તરભારત સહિત દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. IMDનું માનીએ તો દિલ્હીમાં 14 જાન્યુઆરીએ જબરદસ્ત ઠંડી પડી શકે છે. ગત કેટલાક દિવસોથી ઠંડી પવનોથી મળેલી રાહત હવે મુસીબત બનવાની છે. રાજસ્થાનના ઉત્તર ભાગમાં 14થી 17 જાન્યુઆરી વચ્ચે ઠંડી પવનોથી લઈને ભીષણ ઠંડી પડી શકે છે. કર્ણાટકના કેટલાક ભાગોમાં 14 અને 1 જાન્યુઆરીએ શીત લહેર પડી શકે છે.
ઉત્તર પ્રદેશથી હિમાચલ સુધી કાતીલ ઠંડીની આગાહી
હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ચંડીગઢમાં પણ જબરદસ્ત ઠંડી પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 15થી 17 જાન્યુઆરી વચ્ચે હિમાચલ પ્રદેશમાં, 16થી 18 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં, 17 અને 18 જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં કડકડતી ઠંડી પડવાના અણસાર છે.
આ 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારના કોટલાક ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી સવારે અને રાત્રીના સમયે ગાઢથી પણ વધુ ગાઢ ધુમ્મસ પડી શકે છે. બિહારમાં આગામી પાંચ દિવસો સુધી કેટલાક ભાગોમાં આખા દિવસ દરમિયાન કાતીલ ઠંડીનો અહેસાસ થઈ શકે છે. તો 16થી 18 જાન્યુઆરી વચ્ચે ગાઢ ધુમ્મસ રહેશે. રાજસ્થાનના ઉત્તર ભાગમાં સવારે અને રાત્રીના સમયે ગાઢ ધુમ્મસ પડવાની સંભાવના છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, સિક્કીમ, ઓડિશા, અસમ, મેઘાલય અને ત્રિપુરામાં આગામી બે દિવસ ગાઢ ધુમ્મસથી લોકો પરેશાન થઈ શકે છે.
15થી 18 જાન્યુઆરી વચ્ચે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ જોવા મળી શકે છે. 16થી 18 જાન્યુઆરી વચ્ચે મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં ગાઢ ધુમ્મસની આગાહી કરાઈ છે. બિહારમાં આગામી પાંચ દિવસ સુધી કેટલાક ભાગોમાં કોલ્ડ-ડે એટલે કે આખા દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. ઉત્તરાખંડમાં 14 અને 15 જાન્યુઆરીએ આખો દિવસ કાતીલ ઠંડીની સ્થિતિ જોવા મળી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંડીગઢ અને ઉત્તર પ્રદેશમાં 15થી 17 જાન્યુઆરી સુધી કોલ્ડ-ડેની સ્થિતિ બની શકે છે.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YBxUmL9 https://ift.tt/hcpbAoe
0 ટિપ્પણીઓ