વડોદરાના સીંધરોટમાં એમ ડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીમાં દરોડા બાદ જપ્ત કરાયેલા ૫૦૦ કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપી તૈયાર ડ્રગ્સની હેરફેર અને નાણાંકીય લેવડ દેવડમાં મહત્વની ભૂમિકા ધરાવતા હોવાનું એટીએસને પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે.ગત નવેમ્બર ૨૦૨૨માં એટીએસના સ્ટાફે વડોદરાના સીંધરોટ અને આસપાસના વિસ્તારમાં દરોડા પાડીને પાંચ આરોપીઓની ઝડપી લઇને ૬૩ કિલો તૈયાર મેફેડ્રોન અને લીક્વીડ મેફેડ્રોન સહિત કુલ રૂપિયા ૫૦૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે કેસની તપાસમાં આરોપીઓની પુછપરછમાં અન્ય આરોપીઓની નામ પણ ખુલ્યા હતા. જેના આધારે એટીએસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સને આધારે વોચ ગોઠવીને (૧) રાજુ રાજપુત (રહે.પાયલ કોમ્પ્લેક્સ, સયાજીગંજ, વડોદરા), (૨) યોગેશ તડવી (રહે.વિશ્વામીત્રી ટાઉનશીપ,માંજલપુર, વડોદરા) અને (૩) અનીલ પરમાર (રહે.વણકરવાસ, પાદરા, વડોદરા)ને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ તૈયાર ડ્રગ્સને મુખ્ય આરોપીની સુચના મુજબ વિવિધ સ્થળોએ સપ્લાય કરવાની કામગીરી સંભાળતા હતા. જેમાં તે ગુજરાતના અન્ય સ્થળોએ પણ ડ્ગ્સ માફિયાઓને ડ્રગ્સ આપતા હતા. જેના આધારે ત્રણેયની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.
https://ift.tt/H9y8hSP
0 ટિપ્પણીઓ