મુંબઇ,૨ જાન્યુઆરી,૨૦૨૩, સોમવાર
કોમેડિયન કપિલ શર્માં પોતાના કોમેડી ટીવી શો માં ઇન્સ્ટન્ટ કોમેડી અને હાજર જવાબ માટે જાણીતો છે. તે પોતાના લોકપ્રિય શોના લાખો ચાહકો ધરાવે છે. ઘણા વર્ષોથી તેણે પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે પરંતુ કપિલનો એક વાયરલ વીડિયોમાં તેની એક યુઝરે મજાક ઉડાવી છે. બીજીની મજાક ઉડાવનાર ખૂદ મજાકનો ભોગ બન્યો છે.
એક યુઝરે એવો દાવો કર્યો છે કે કપિલના જોકસ કે તેની કોમેડી મૌલિક હોતી નથી. તે શો માં જે પણ કાંઇ બોલે છે તે ટેલીપ્રોમ્પ્ટર પર જોઇને બોલે છે. આવો દાવો કરીને કોમેડિયનના સેન્સ ઓફ હ્મુમર પર શંકા જન્માવી છે. આ જોઇને કેટલાક કપિલ શર્માને ટાર્ગેટ કરી રહયા છે તો કેટલાક આ ખોટું હોવાનું પણ માની રહયા છે.
કપિલના ચાહકો માને છે કોઇ વ્યકિત પોતાના શો માટે મહેનત કરતો હોય કે તૈયારી કરીને આવતો હોય તેમાં જરાં ખોટું નથી. તો કેટલાક આ ખોટું છે એવી પણ પ્રતિક્રિયા આપી રહયા છે. જો કે એટલું ચોકકસ છે કે વીડિયોએ ચર્ચા જગાવી છે. ઓજ્સ્વા વર્ધન નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે ધ કપિલ શર્માની કલીપ મુકી છે.કપિલ શર્માના શો મે સેટ પર દેખાય છે.
પોતાના આગવા અંદાજમાં બેસીને લોકોને જોકસ કહી રહયા છે. એક કેમેરાના એક વિંડો પર ફોકસ કરવામાં આવ્યો છે. વિંડો પર ટેલીપ્રોમ્ટર લખેલી સ્ક્રિપ્ટ રિફલેકશનમાં દેખાય છે. આ રિફલેકશનને લઇને એવો દાવો કરવામાં આવ્યો છે કે કપિલ જોકસને વાંચે છે. કપિલ શર્માના શોનો વિવાદ થતો રહયો છે અગાઉ તે મહિલાઓની ખૂબ ઠેકડી ઉડાડે છે. કેટલાક શો ના પાત્રોની ઓવર એકટિંગ અને મેકઅપને લઇને પણ ટીકા કરતા રહયા છે.
https://ift.tt/pqUHicW from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/mIsPD0w
0 ટિપ્પણીઓ