વડોદરા,વડોદરામાં ત્રણ દિવસમાં ચાઇનિઝ દોરીએ બે વ્યક્તિઓનો ભોગ લીધો છે.ત્યારે શહેર પોલીસે ચાઇનિઝ દોરી પ્રત્યે કડક કાર્યવાહી હાથ ધરી છે.આજે પાણીગેટ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી ૧૧૧ રીલ કબજે કરી છે.
ઉત્તરાયણ પૂર્વે શહેરમાં પ્રતિબંધિત ચાઇનિઝ દોરીના કારણે હોકી પ્લેયર રાહુલ અને સિક્યુરિટી એજન્સીના સંચાલકના મોત થયા છે.પ્રતિબંધિત ચાઇનિઝની દોરી અંગે પોલીસે ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યુ છે.દરમિયાન પાણીગેટ પોલીસે મળેલી માહિતીના આધારે પાણીગેટ બાવચાવાડ સરકારી દવાખાના પાછળ મહાદેવ તળાવ ટેકરા પાસેથી એક સગીર તથા મોહંમદઆસિફ મોહંમદહનિફ મેમણ (રહે.સરસ્વતી સોસાયટી,સુપર બેકરી પાસે,આજવા રોડ) તથા આરિફ યાસીનભાઇ શેખ (રહે.ભાંડવાડા ભોઇ કબ્રસ્તાન પાસે) ને ચાઇનિઝ દોરીના આધારે ઝડપી પાડયા છે.પોલીસે તેઓની પાસેથી પ્રતિબંધિત ચાઇનિઝ દોરીની રીલ નંગ - ૧ કિંમત રૃપિયા ૧૧,૧૦૦ ની કબજે કરી છે.પોલીસે ચાઇનિઝ દોરી ઉપરાંત ત્રણ મોબાઇલ પણ કબજે લીધા છે.જ્યારે અન્ય એક આરોપી અબ્દુલરહીમ ઉસ્માનભાઇ ગોલાવાલા (રહે.બસેરા રેસિડેન્સી,આજવારોડ)ને વોન્ટેડ જાહેર કર્યો છે.
https://ift.tt/VC1YQSL
0 ટિપ્પણીઓ