નવાપુરામાં ઘરની બહાર સૂતા યુવક પર અસ્ત્રાથી હુમલો

 વડોદરા,બકરા ચોરીની અદાવત  રાખી નવાપુરા વિસ્તારમાં ઘરની બહાર ઓટલા પર સૂતા યુવક પર અસ્ત્રાથી હુમલો કરી આરોપી ભાગી ગયા  હતો.જે અંગે નવાપુરા  પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

નવાપુરા ગોદડિયા વાસમાં રહેતો રાહુલ પપ્પનભાઇ ગોદડિયાએ પોલીસ ફરિયાદ કરી જણાવ્યું છે કે,આજે સવારે ત્રણ વાગ્યે હું  મારા ઘરની બાજુમાં રહેતા તુલસીભાઇના ઘરની બહાર ઓટલા પર સૂતો હતો.તે સમયે અચાનક  મને પાછળથી ગળાના ભાગે અસ્ત્રાથી જોરથી મારતા મારા ગળાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું.હું અચાનક જાગી જતા જોયું તો ઇરફાન ઉર્ફે રાજા અજીજખાન  પઠાણ હતો.હું તેને ઓળખી ગયો હતો.તે ભાગીને થોડે દૂર ઉભેલી બાઇક પર બેસીને ભાગી ગયો હતો.ત્રણ દિવસ પહેલા ઇરફાન રાજાએ અમારા માતાજીના છોડેલા બકરા ચોરીને વેચી દીધા હતા.જે બાબતે મને ખબર પડતા હું ઇરફાનને કહેવા જતા અમારા વચ્ચે ઝઘડો થયો હતો.તે બાબતની અદાવત રાખી ઇરફાન રાજાએ મને મારી નાંખવાની ધમકી આપી હતી.



https://ift.tt/3J7PoCf

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ