Rishabh Pantએ સદી ફટકાર્યા પછી આ શું કર્યું? વાયરલ થયો VIDEO

27 મેના રોજ RCB સામે રિષભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું. તેને RCB સામે સદી ફટકારી અને ખાસ રીતે સિલેબ્રેશન પણ કર્યું. પંતે છેલ્લે 2018 માં સદી ફટકારી હતી. પંતે 7 વર્ષ પછી IPL માં સદી ફટકારી છે. તે IPL 2025 માં સતત નિષ્ફળ રહ્યો હતો. પરંતુ તેને RCB સામે પોતાની સદી પૂર્ણ કરી. આ પછી, પંતે એક અનોખી સ્ટાઈલમાં સિલેબ્રેશન કર્યું.

આરસીબી સામે પંતની સિદ્ધિ

પંત IPL 2025 માં મોટી ઈનિંગ્સ રમવા માટે ઉત્સુક હતો. પંતની નબળી બેટિંગની અસર LSG ના બેટિંગ વિભાગ પર પણ દેખાઈ રહી હતી. પરંતુ 27 મેના રોજ, IPL 2025 ની છેલ્લી લીગ મેચમાં, પંતનું બેટ જોરથી ગર્જ્યું. આ ડાબા હાથના બેટ્સમેને લગભગ બધા જ RCB બોલરોને હરાવ્યા અને સદી ફટકારી.

IPL 2025 માં, પંતનો સદીનો દુકાળ આખરે 7 વર્ષ પછી સમાપ્ત થયો. તેને 61 બોલમાં 118 રનની શાનદાર ઈનિંગ રમી. પોતાની ઈનિંગ દરમિયાન તેને 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. તે અંત સુધી અણનમ રહ્યો. આ સમયગાળા દરમિયાન, તેને 193.44 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. પંતે આજે ત્રીજા નંબરે બેટિંગ કરી. આ પરિસ્થિતિમાં, તેને વધુ બોલ રમવાની પૂરતી તક મળી, કારણ કે લખનૌને તેનો પહેલો ઝટકો ફક્ત 2.4 ઓવરમાં મળ્યો.


લખનૌએ બનાવ્યો મોટો સ્કોર

લખનૌએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા છે. પંત સિવાય મિચેલ માર્શે પણ 37 બોલમાં 67 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય નિકોલસ પૂરને પણ 10 બોલમાં 13 રન બનાવ્યા હતા.  રિષભ પંતની સદી અને મિચેલ માર્શની ઝડપી અડધી સદીની મદદથી લખનૌએ બેંગ્લુરુને 228 રનનો ટાર્ગેટ આપ્યો છે. માર્શે 37 બોલમાં 67 રનની ઈનિંગ રમી. આ ઈનિંગમાં તેને 5 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા.

બેંગ્લુરુ તરફથી નુવાન તુશારા, ભુવનેશ્વર કુમાર અને રોમારિયો શેફર્ડે એક-એક વિકેટ લીધી. આ મેચ જીતવા માટે RCB ને 228 રન બનાવવા પડશે. આ મેચ RCB માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. કારણ કે ફક્ત આ જીત સાથે જ, RCB પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં સ્થાન મેળવી શકશે.



https://ift.tt/Xdi3W69
from SANDESH | RSS https://ift.tt/QIi2Ftj
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ