પંજાબ કિંગ્સ સામેની મેચમાં શાનદાર બેટિંગ કરીને સૂર્યકુમાર યાદવે એક અનોખો વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેને આ રેકોર્ડ આઈપીએલમાં નહીં પરંતુ એકંદરે T20 ક્રિકેટમાં બનાવ્યો છે.
આ સિઝનની શરૂઆતમાં સૂર્યા મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો, પરંતુ તેને બધી મેચોમાં નાની પ્રભાવશાળી ઈનિંગ્સ રમીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તે ઈનિંગ્સને કારણે, સૂર્યાએ પોતાના નામે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. તે T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત સતત 25+ સ્કોર બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.
સૂર્યકુમાર યાદવે ટેમ્બા બાવુમાને છોડ્યો પાછળ
પંજાબ કિંગ્સ સામેની મેચમાં 25 રન બનાવતાની સાથે જ સૂર્યાએ આ સિદ્ધિ હાંસલ કરી. તેને T20 ક્રિકેટમાં સતત 14 ઈનિંગ્સમાં 25+ સ્કોર બનાવ્યા છે. આ પહેલા, ટેમ્બા બાવુમાએ સતત 13 ઈનિંગ્સમાં 25+ સ્કોર બનાવ્યા હતા. આ પહેલા બ્રેડ હોગ, જેક્સ રુડોલ્ફ, કુમાર સંગાકારા, ક્રિસ લિન અને કાયલ મેયર્સે 11 ઈનિંગ્સમાં ૨૫+ સ્કોર બનાવ્યા હતા. હવે આ વિશ્વ રેકોર્ડ સૂર્યકુમાર યાદવના નામે છે. હવે તે આગામી મેચોમાં 25 રનની ઈનિંગ્સ રમીને આ રેકોર્ડ જાળવી રાખવા માંગશે.
સૂર્યાએ IPLમાં પણ મેળવી આ સિદ્ધિ
આ સાથે, સૂર્યકુમાર યાદવે IPLમાં સૌથી વધુ વખત સતત ઈનિંગ્સમાં 25+ રન બનાવવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. મુંબઈના આ બેટ્સમેને આ સિઝનમાં લીગ સ્ટેજની બધી મેચોમાં 25+ રનની ઈનિંગ્સ રમી છે. તેમના પહેલા, 2018 માં, કેન વિલિયમસને IPL માં સતત 13 ઈનિંગ્સમાં 25+ સ્કોર બનાવ્યા હતા. શુભમન પણ 2023 માં સતત 13 ઈનિંગ્સમાં 25+ રનની ઈનિંગ્સ રમ્યો.
સૂર્યકુમાર IPL 2025 માં MI માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી. શરૂઆતમાં, તે સતત ઘણી મેચો હારી ગયો. સૂર્યા પણ બેટથી કંઈ ખાસ કરી શક્યો ન હતો. પરંતુ અડધી સીઝન પસાર થયા પછી, આ ટીમે જોરદાર વાપસી કરી અને પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવ્યું. સૂર્યકુમાર યાદવના આંકડાઓની વાત કરીએ તો, તેને અત્યાર સુધીમાં 14 મેચમાં 71.11ની એવરેજથી 640 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેને 4 અડધી સદીની ઈનિંગ્સ રમી છે.
https://ift.tt/51jsSzN
from SANDESH | RSS https://ift.tt/uTbFB42
via IFTTT
0 ટિપ્પણીઓ