Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાહનના ટેક્સ મામલે નવા નિયમો લાગુ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં નવા વાહનોની ખરીદી પર અમદાવાદ શહેર સહિત નજીકમાં રહેતા લોકોને પણ વાહન વેરો ચૂકવવો પડશે. AMCના નિર્ણય મુજબ, અમદાવાદ શહેરથી 10 કિ.મી. વિસ્તારમાં વસતા લોકોને આ નિયમો લાગુ થશે. શહેર અને ગામડાના રહેવાસી હોવાના પુરાવા રજૂ કરીને ખરીદવામાં આવતા વાહનોનો વેરો અલગ-અલગ આંકવામાં આવતો હોય છે, ત્યારે સિટીમાં રહેનારા લોકો ટેક્સથી બચવા માટે નજીકના ગામડાના પુરાવા રજૂ કરીને વેરો ચૂકવવાથી બચી જતા હતા.
https://ift.tt/B4ht6aM
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KY6QisO
via IFTTT
0 ટિપ્પણીઓ