જીજ્ઞોશ શાહે પત્નીના નામની ત્રણ કંપની દ્વારા AMCમાં કોન્ટ્રાક્ટ લીધા

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટીડીઓ એસ્ટેટ અધિકારી તરીકે ફરજ બજાવતા જીજ્ઞોેશ શાહ વિરૂદ્ધ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રૂપિયા ૩.૦૭ કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં તપાસ દરમિયાન મોટા ખુલાસા થયા છે.  જીજ્ઞોશ શાહે ૧૨ વર્ષ પહેલા તેની પત્નીના નામે અલગ અલગ ત્રણ કંપની શરૂ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરેશનમાં ડીઝાઇનીંગ અને કન્ટ્રક્શનના કોન્ટ્રાક્ટ લઇને પણ છેતરપિંડી આચરી હતી. એસીબીને તેના ઘરેથી સર્ચ ઓપરેશન દરમિયાન ૧.૩૪ કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા. સાથેસાથે તેના ૧૭ બેંક એકાઉન્ટ અને એક લોકરને પણ સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે.


https://ift.tt/M1fn0vP
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/oFYpMGf
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ