Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: ચંડોળા તળાવમાં અગાઉ બાંગ્લાદેશી વસાહતમાં રહેતી યુવતીઓને એજન્ટોએ મોટાપાયે દેહ વ્યાપારમાં ધકેલી દીધી

ચંડોળા તળાવમાં અગાઉ બાંગ્લાદેશી વસાહતમાં રહેતી યુવતીઓને એજન્ટોએ મોટાપાયે દેહ વ્યાપારમાં ધકેલી દીધી

અમદાવાદ,બુધવાર

ચંડોળા તળાવ પાસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની વસાહત હટાવવાની સાથે પોલીસ દ્વારા ૧૫૦૦થી  બાંગ્લાદેશીઓની અટકાયત કરીને તેમને બાંગ્લાદેશ પરત મોકલ્યા હતા. પરતુ, આ સમયે પોલીસથી બચીને ખુબ મોટા પ્રમાણમાં ત્યાંથખી નાસી ગયા હતા. જેમાં મહિલાઓ અને યુવતીઓનો પણ સમાવેશ થતો હતો. આ યુવતીઓ અને મહિલાઓને પોલીસથી બચાવવા તેમજનો  તેમની મજબુરીનો ખોટો લાભ લેવા માટે સક્રિય એજન્ટોએ તેમને શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહેવા માટેની વ્યવસ્થા કરીને દેહ વ્યાપારના કારોબારમાં ધકેલી હોવાની વિગતો સામે આવી છે. શહેરના કાલુપુર, ગીતા મંદિર, રાયપુર અને અન્ય વિસ્તારોમાં આવેલા ગેસ્ટ હાઉસમાં એજન્ટો બાંગ્લાદેશી મહિલાઓ-યુવતીઓને  મોકલીને તેમનું આર્થિક શોષણ પણ કરી રહ્યા છે. આ અંગેની માહિતી મળતા પોલીસ દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે.


https://ift.tt/HxCfvzT
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/a2exSwZ
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ