અમદાવાદ,ગુરૂવાર
સિંધુભવન રોડ પર કારના રૂફ પર એક યુવકને સાથે રાખીને કારચાલક દ્વારા સ્ટંટ કરવાના મામલે એન ડીવીઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. પોલીસે કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે કાર સિંધુભવન રોડ પાસે આવેલા ગેરેજમાં રીપેર માટે આવી હતી. ત્યારે ગેરેજમાં કામ કરતો કર્મચારી કારની રૂફ પર હોવા છતાંય, અન્ય કર્મચારીએ કારના ચલાવી હતી.
સિંધુભવન રોડ પર કારના સ્ટંટનો એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.જે અંગે એન ડીવીઝન ટ્રાફિક પોલીસે ે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કાર સિંધુભવન રોડ નજીક કેમીલો કાફે પ્રેરણા વિદ્યામંદિર રોડ પર હતી અને કારની માલિકી જગતપુર ગોદર્રેજ ગાર્ડન સીટીમાં આવેલા પ્રાઇમ ક્રેસ્ટમાં રહેતા આશીષ કોઠારીની મલિકીની હતી.
https://ift.tt/byrHzBJ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/CRleo8c
via IFTTT
0 ટિપ્પણીઓ