Breaking News

લોડ થઈ રહ્યું છે...

અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં


Amreli News : રાજ્યમાં મારામારી, હત્યા સહિતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે અમરેલીના ખાંભામાં હત્યાની ઘટના સામે આવી છે. જેમાં 30 વર્ષીય યુવકને અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. સમગ્ર મામલે પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.

ખાંભામાં 30 વર્ષીય યુવકની હત્યા

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામમાં 30 વર્ષીય યુવકની થયેલી નિર્મમ હત્યાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી.


https://ift.tt/lZ60FKe
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rVBeaiU
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ