
Accident On Sayla-Limbdi Highway : સાયલા-લીંબડી હાઈવે પર આજે (21 સપ્ટેમ્બર) છેલ્લા 18 કલાકમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટનામાં એક બાળક સહિત 4ના મોત નીપજ્યા છે. જ્યારે કુલ 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એક ઘટનામાં, ચોટીલા પદયાત્રાએ જતાં ચીમનભાઈ ભીખાભાઈ પરમાર અને ભરતભાઈ રતનભાઇ રાઠોડને સાયલા પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. બંને પદયાત્રીને સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પછી ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર રિફર કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાના કારણે બંનેના મોત નીપજ્યા હતા.
https://ift.tt/VtzrDiK
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Pn4BIQu
via IFTTT
0 ટિપ્પણીઓ