Kutch News: વાગડ પંથકમાં યુવતીને ભગાડી ગયાની ઘટનાનો કરૂણ અંજામ આવ્યો છે. પોતાની ભત્રીજીને ભગાડી ગયાના ચાર મહિના બાદ યુવતીના પરિવારજનો અને યુવતીને ભગાડી જનાર યુવક મેળામાં સામ સામે આવી જતા યુવતીના બે સગા કાકાએ સાથે મળીને યુવકની હત્યા કરી નાખી હતી. જે તે સમયે યુવાનને યુવતીના પરિવારે માફ કરી દીધો હતો, પરંતુ મેળામાં યુવતી સામે તે આવતા વ્હેમ હતો કે, યુવક હજુ પણ યુવતીનો પીછો કરી રહ્યો છે જેથી, મેળામાં યુવકનો પીછો કરીને તેને આંતરીને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થતા મામલો હત્યામાં પલટાયો હતો. આ અંગે રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ચાર મહિના પહેલા યુવકને માફ કરી સંબંધો તોડી નાખવા ધમકી આપી હતી પણ મેળામાં હાજર હોતા ભત્રીજીનો પીછો કરતો હોવાની બંન્ને કાકાને શંકા હતી.
https://ift.tt/VHcfgpd
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Q4mJtRV
via IFTTT
0 ટિપ્પણીઓ