
Ahmedabad Court : અમદાવાદ સિટી સિવિલ અને શેસન્સ કોર્ટે પરમિટ વિના ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં સંડોવાયેલા આરોપીના જામીન મંજૂર કર્યા છે. આરોપી મોહમ્મદ કલીમ ઉર્ફે ભૈયા અકબરખાન પઠાણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપી વિરુદ્ધ અગાઉ આ પ્રકારના 37 ગુના દાખલ કરવામાં આવી ચૂક્યા છે, જ્યારે 8 વાર પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશ્યલ એક્ટિવિટી) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
કોર્ટે આરોપીને 15 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મુક્ત કર્યો
કોર્ટે આરોપીના જામીન મંજૂર કરતા નોંધ્યું કે આરોપીના સંડોવાયેલા ગુનામાં મહત્તમ સજા 5 વર્ષ સુધીની છે અને તેની ટ્રાયલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ચાલશે.
https://ift.tt/z7eWUlb
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QZWbdtx
via IFTTT
0 ટિપ્પણીઓ