
પશ્ચિમ બંગાળના માલદામાં આવેલી આદિના મસ્જિદ તેના ઐતિહાસિક વૈભવ માટે નહીં, પરંતુ તેની પાછળનું સત્ય શું છે તેના માટે ફરી ચર્ચામાં આવી છે. ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે આદિના મસ્જિદની મુલાકાત અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ ભારે ઊહાપોહ સર્જાયો છે. પોસ્ટ પર યુઝર્સ અને બીજેપીએ દાવો કર્યો હતો કે, મુસ્લિમ શાસકોએ આદિનાથ મંદિર તોડી મસ્જિદ બનાવી હતી.

યુસુફ પઠાણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી લખ્યું હતું કે, આદિના મસ્જિદ ૧૪મી સદીમાં ઇલ્યાસ શાહી વંશના બીજા શાસક સુલતાન સિકંદર શાહ દ્વારા બનાવવામાં આવેલી એક ઐતિહાસિક મસ્જિદ છે.
https://ift.tt/69ezQP7
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/t50nY98
via IFTTT
0 ટિપ્પણીઓ