વડોદરાઃ વડોદરા પોલીસે ગુજસીટોક હેઠળ લૂંટ,ચોરી અને વાહનચોરી જેવા સંખ્યાબંધ ગુનાઓ આચરતી વધુ એક ગેંગ પર સકંજો કસ્યો છે અને સૂત્રધાર સુનિલ પાન અને તેના દાદા સહિત ૯ સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
નવરાત્રીમાં ગાજરાવાડી વિસ્તારમાં એક પરિવારને તલવાર બતાવી બાનમાં લીધા બાદ રોકડ અને દાગીનાની લૂંટ ચલાવનાર ગેંગના ત્રણ સાગરીતો પ્રેમસિંગ,કુલદીપ તેમજ અમરસિંગ પકડાઇ ગયા બાદ પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે આ ગેંગના નેટવર્કની તપાસ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હતી.
પોલીસે ટોળકીના નેટવર્કની તપાસ કરતાં વડોદરા તેમજ રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાં ૧૦ વર્ષ દરમિયાન ઘરફોડ ચોરીઓ,લૂંટ, વાહનચોરી,પોલીસ પર હુમલા જેવા ૯૬ જેટલા ગુનાઓમાં સૂત્રધાર સુનિલસિંગ પાનસિંગ ઉર્ફે અર્જુનસિંગ બાવરી તેમજ તેના ૯ જેટલા સાગરીતો સામેલ હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી તમામ સામે સંગઠિત અપરાધ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
https://ift.tt/MDThPIq
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/dM3zYxt
via IFTTT
0 ટિપ્પણીઓ